MP: VIDEO ગજબ કહેવાય...3 બાળકોના પિતાએ એક સાથે બે યુવતી જોડે કર્યા લગ્ન, બંને ખુશખુશાલ

મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના ભીંડમાં એક અનોખા લગ્ન (Marriage) લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ અનોખા લગ્નનો વીડિયો હાલ ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક જ સ્ટેજ પર બે દુલ્હન વચ્ચે એક દુલ્હો જોવા મળી રહ્યો છે. કહેવાય છે કે તેમાંથી એક દુલ્હન દુલ્હાની પહેલી પત્ની છે. જેના 3 બાળકો છે. જ્યારે બીજી દુલ્હન સંબંધમાં તેની સાળી છે. 

MP: VIDEO ગજબ કહેવાય...3 બાળકોના પિતાએ એક સાથે બે યુવતી જોડે કર્યા લગ્ન, બંને ખુશખુશાલ

પ્રદીપ શર્મા/ભીંડ: મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના ભીંડમાં એક અનોખા લગ્ન (Marriage) લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ અનોખા લગ્નનો વીડિયો હાલ ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક જ સ્ટેજ પર બે દુલ્હન વચ્ચે એક દુલ્હો જોવા મળી રહ્યો છે. કહેવાય છે કે તેમાંથી એક દુલ્હન દુલ્હાની પહેલી પત્ની છે. જેના 3 બાળકો છે. જ્યારે બીજી દુલ્હન સંબંધમાં તેની સાળી છે. 

આ મામલો એટલા માટે પણ ખાસ છે કારણ કે લગ્ન કરનાર વ્યક્તિ ગુદાવલી ગામનો સરપંચ દીપક પરિહાર છે અને લગ્ન કરાવનારી તેની જ પહેલી પત્ની અને ગુદાવલી ગામની મહિલા સરપંચ વીનિતા દેવી છે. જેણે પતિના લગ્ન પોતાની જ મામાની બહેન સાથે કરાવ્યાં છે. 

આ મામલો ભીંડના ગુદાવલી ગામનો છે. જ્યાં ગત 26 નવેમ્બરના રોજ પત્ની અને સંબંધીઓ સામે દીપક પરિહારે સાળી રચના સાથે લગ્ન કર્યાં. એટલું જ નહીં સરપંચ પતિએ સ્ટેજ પર જ પહેલી પત્નીને પણ વરમાળા પહેરાવી. ત્યારબાદ નવી દુલ્હનને પહેરાવી. આ લગ્ન બધાની મંજૂરીથી થયાં. 3 બાળકોના પિતા અને સરપંચ પતિ દીપકનું કહેવું છે કે તેમની પત્ની દેવી છે, જેણે તેની મરજીથી તેમના બીજા લગ્ન કરાવી આપ્યા છે. 

જુઓ VIDEO

આ બાજુ નવી દુલ્હને જણાવ્યું કે તેમની સરપંચ બહેન બીમાર રહે છે. જેના કારણે બાળકોની દેખભાળ બરાબર થઈ શકતી નથી. આથી તેમના કહેવાથી ઘરવાળાઓની મંજૂરીથી આ લગ્ન થયા છે. બંને બહેનો આજે તેમના પતિ અને બાળકો સાથે ખુશખુશાલ થઈને રહે છે. 

જો કે આમ જોઈએ તો હિન્દુ વિવાહ કાનૂન મુજબ પહેલી પત્ની જીવિત હોય તો બીજા લગ્ન ગેરકાયદે ગણાય છે. પરંતુ એક કહેવત પણ છે કે મિયા બીબી રાજી તો ક્યા કરેગા કાજી. હાલ તો આ અનોખા લગ્ન લોકોમાં ચર્ચાનો વિષય બન્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news